MY GRATITUDE TOWARDS MY PARENTS AND MY LATE COLLEAGU FRIENDS. પૂ. માતા - પિતા તથા પૂર્વજો અને સફળતાના સહભાગીઓની વંદના ભારતીય સંસ્કૃતિની મહાનતા તો જુઓ, આપડા ઋષિમુનીઓ એ કેટલું બુદ્ધિ પૂર્વકનું અને ચતુરાઈ ભર્યું કાર્ય કરેલ છે. ભવિષ્યમાં આવનારી નવી પેઢીઓ મા કોઈ આસ્તિક હોય, કોઈ નાસ્તિક હોય, કોઈ શ્રદ્ધાળુઓ હોય તો કોઈ અંધ શ્રદ્ધાળુઓ હોય, કોઈ વિજ્ઞાનના સિધ્ધાંતોને વળગી રહી જૂની પરમ્પરાનો વિરોધ કરે તો કોઈ વિજ્ઞાન અને ધર્મ કે રીત રિવાજને સાંકળીને યોગ્ય ઠેરવે . ટુકમાં "તુંડે તુંડે મતિ ભીન્નાહ" એ ન્યાયે સમાજના લોકોમાં મત મતાંતર હોય શકે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય જીવન પદ્ધતિ જ એવી સરસ ગોઠવી દીધી કે સમાજના તમામ લોકોને અનુકુળ પડે. આપડા રીત રીવાજોને શ્રધ્ધાના ચશ્માથી જુએ કે ધર્મના ચશ્માથી જુએ કે વિજ્ઞાનના કે આધુનિક વિચાર ધારા ના ચશ્માથી જુએ....દરેકને પોત પોતની માન્યતા ને અનુમ...