Posts

Showing posts from June, 2023
Image
  ભૂતાન પ્રવાસ ભાગ  - ૬.  તા. ૧૪ માર્ચ' ૨૦૨૩. BHUTAN T0UR PART - 6, DT. 14 MARCH 2023. ✋ 😊 કેમ છો... બધા...મજામાં...? સૌ ને નમસ્કાર, ભૂતાન પ્રવાસ નો દિવસ છઠ્ઠો.                                      સવારમાં ફ્રેશ થઇ, ચા- પાણી , નાસ્તા વગેરે પતાવી તૈયાર થયા.  અહી વહેલો સૂર્યોદય થતો હોવા થી અમો કુદરત ને માણવા અને જોવા વહેલા જ તૈયાર થઇ ગયેલા. ચાલો સૌ પ્રથમ તો હોટલની  ગેલેરી મા થી VIEW જોઈએ. સામે જ ભૂતાન છે. વચ્ચે માત્ર એક દીવાલ છે. ભૂતાન ને અડી ને જ જય ગાઉ ની બજાર છે. હોટલમાં થી જ ભૂતાન ના મકાન દેખાય છે. આ હોટલ ભૂતાનના પ્રવેશ દ્વાર થી નજીક જ છે.                           એક નાનકડી VIDEO CLIP  પણ જોઈ લઈએ.....બ્લોગ મા વિડીયો ના બે નાના ભાગ કરી અપલોડ થાય છે. એટલે અહી બે ભાગ કરેલ છે.                                   હોટલ ન...
Image
 ભૂતાન પ્રવાસ ભાગ-૫ , દિવસ ૫ મો , તા. ૧૩-૩-૨૦૨૩. નમસ્કાર........                           ગઈ કાલે રાત્રે ન્યુ જલપાઈ ગુડી પહોચ્યા હતા, ત્યાના એક ગેસ્ટ હાઉસમાં રાત વાસો કરી સવારમાં ફ્રેશ થયા. ગઈ કાલે રાત્રે જ ગેસ્ટ હાઉસના માલોક કમ ટૂરિઝમ એજન્સી ચલાવતા ભાઈ એ અમારા ગ્રુપને કહ્યું કે તમારો તમામ કાર્યક્રમ હું ઓપરેટ કરી દઈશ, તમારું પેકેજ હું કરી દઉં.                   ઘરે થી નીકળતા પહેલા અમે નક્કી કરેલું કે તમામ પ્રવાસ કોઈ એજન્સી, એજન્ટ કે પેકેજ વગર આપડી રીતે કરવો છે. જેથી સસ્તું પડે અને મન પડે ત્યાં ઈચ્છા મુજબ રોકાઈ કે ફરી શકાય. પરંતુ આ મુન લાઈટ ટુરીઝમ વાળા ભાઈએ ભૂતાન ટુરમાં ઈમિગ્રેશન, ગાઈડ , ભૂતાનના કડક નિયમો વગેરે બાબતમાં તમોને બધું મેનેજ કરવામાં ખુબ તકલીફ પડશે એ બધી વાત કરી અને  અમે ધારેલા ખર્ચ કરતા પણ ઓછા પૈસા મા પેકેજ ઓફર કર્યું. માત્ર એક લાખ મા આઠ જણને ૬ દિવસ ભૂતાન ટુર ઓફર કરી જેમાં જલપાઈ ગુડી થી જલપાઈ ગુડી વાહન, હોટલ, ગાઈડ સામેલ હતા. વળી જયારે પરત જવાનું થાય ત્યારે ...
Image
  ભૂતાન પ્રવાસ ભાગ- ૪  નમસ્કાર, મિત્રો.....                        ભૂતાન પ્રવાસ ભાગ ૩ મા છેલ્લે અમો  અયોધ્યા પહોચેલા. રાત્રીના ૧૨ વાગે અયોધ્યા સ્ટેશન છોડ્યા પછી ટ્રેઈન મા નીંદર આવી ગઈ, સવારે ૬ વાગ્યે વારાણસી એટલેકે કાશી પહોંચવાનો સમય હતો પરંતુ સમય કરતા ટ્રેઈન મોડી ચાલી રહી છે. અગાઉ કહ્યું તેમ રસ્તામાં બીજી અગત્યની ગાડીઓને સાઈડ આપવા રોકાવું પડે. સવારના સવા સાત વાગ્યે કાશી (વારાણસી) આવ્યું. ટ્રેઈનમાં પ્રવાસનો ત્રીજો દિવસ ચાલુ થયો........ . હર હર મહાદેવ હર . .....                                 અહિયાં ૧૫ મીનીટનો હોલ્ટ છે.   ટ્રેઈને  કાશી નું પ્લેટફોર્મ છોડ્યું......અને થોડી વારમાં જ શ્રી ગંગાજી ના દર્શન થયા, ગંગાજી ઉપર વિશાલ પુલ બનાવવા મા આવેલ છે. આ ડબલ ડેકર પુલ છે, એટલે કે બે માળ નો છે. એક માળ સડક માર્ગ ના વાહનો માટે અને એક ટ્રેઈન માટે છે. આવડી મોટી વિશાલ નદી ઉપર જુદા જુદા બે પુલ બનાવવા ને બદલે એકજ પુલ મા સડ...
Image
  ભૂતાન - ભાગ - 3 નમસ્કાર, મિત્રો....ગઈ કાલે આપડે રાજકોટ જંકશન પહોચેલા....આજે ત્યાં થી આગળ ....                      રાજકોટ જંકશન મા મુસાફરોની સારી એવી ભીડ હતી. ઓખા-ગૌહતી એક્સપ્રેસ સમયસર હતી. એડવાન્સ બુકિંગ કરાવેલ હોવાથી ટ્રેઈનમાં ઝડપથી બેસવાની કે જગ્યા રોકવાની કોઈ ચિંતા નહોતી. જો કે રાજકોટમાં માત્ર પાંચ મીનીટનો જ સ્ટોપ છે એટલે આપડા નિયત ડબ્બામાં બેસવાની સમયસર કાળજી રાખવી જરૂરી હતી.                                    ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા ને જોડતી ટ્રેઈન ગૌહતી એક્સપ્રેસ  ટ્રેઈન સમયસર ઉપડી , અમો બધા એકજ કોચમાં નહોતા કારણ કે સીનીયર સિટીજન તરીકે નીચેની બર્થ માટે જુદા જુદા કોચમાં અમારા નંબર આવેલા. ટ્રેઈનમાં ૨૫ કરતા પણ વધારે કોચ હતા.... વળાંક અને ઢાળ ચડતા થોડી ગતિ ધીમી પડતા .....જાણે કે મંદ મંદ સરકતો વિશાલ કાય અજગર....                       ટ્રેઇનના બધા જ કોચ એકદમ આધુનિક ટેકન...
Image
                                             ભૂતાન - ૨  નમસ્કાર ,  કેમ છો , બધા....? મજા માં ...? ભૂતાન પ્રવાસ પહેલા બે ત્રણ પ્રવાસ થયેલા છે... પરંતુ , બ્લોગ ઉપર ભૂતાન પ્રવાસથી લખવાની પ્રેરણા થઇ આવી. એટલે બીજા પ્રવાસો વિષે પછી લખીશું.  મારા બ્લોગ વિષે સુચન કરતા રહેશો..., આ બ્લોગ લખવાની શરૂઆત કરી અને તુરત વચ્ચે બીજો એક નાનો એવો પ્રવાસ આવી ગયો એટલે નિયમિત લખી નથી શક્યો. તો ચાલો શરુ કરીએ....સીધું , સાદું, અને સુખી ભૂતાન. વિશ્વમાં દર વર્ષે હેપીનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. જે UN યુ.એન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા નક્કી કરી બહાર પાડવામાં આવે છે. તેના નક્કી કરેલા માપદંડ મુજબ જે તે દેશ ને ક્રમ આપવામાં આવે, ટુકમાં હેપીનેસ ઇન્ડેક્સ એટલે , સુખી હોવાનો માપદંડ.  ભૂતાન એ મુજબ સુખી દેશ કહેવાય છે. આ માપદંડ અને પ્રજાની સુખાકારી માટે હેપીનેસ ઇન્ડેક્સ નો વિચાર સૌ પ્રથમ ભૂતાને આપેલ એમ કહેવાય છે. ભૂતાન હેપીનેસ ઇન્ડેક્સ મા પ્રથમ સ્થાને હતું એમ પણ વાત સા...