ભૂતાન - ભાગ - 3
નમસ્કાર, મિત્રો....ગઈ કાલે આપડે રાજકોટ જંકશન પહોચેલા....આજે ત્યાં થી આગળ ....
રાજકોટ જંકશન મા મુસાફરોની સારી એવી ભીડ હતી. ઓખા-ગૌહતી એક્સપ્રેસ સમયસર હતી. એડવાન્સ બુકિંગ કરાવેલ હોવાથી ટ્રેઈનમાં ઝડપથી બેસવાની કે જગ્યા રોકવાની કોઈ ચિંતા નહોતી. જો કે રાજકોટમાં માત્ર પાંચ મીનીટનો જ સ્ટોપ છે એટલે આપડા નિયત ડબ્બામાં બેસવાની સમયસર કાળજી રાખવી જરૂરી હતી.
ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા ને જોડતી ટ્રેઈન ગૌહતી એક્સપ્રેસ
ટ્રેઈન સમયસર ઉપડી , અમો બધા એકજ કોચમાં નહોતા કારણ કે સીનીયર સિટીજન તરીકે નીચેની બર્થ માટે જુદા જુદા કોચમાં અમારા નંબર આવેલા. ટ્રેઈનમાં ૨૫ કરતા પણ વધારે કોચ હતા....
વળાંક અને ઢાળ ચડતા થોડી ગતિ ધીમી પડતા .....જાણે કે મંદ મંદ સરકતો વિશાલ કાય અજગર....
ટ્રેઇનના બધા જ કોચ એકદમ આધુનિક ટેકનોલોજી વાળા હતા. છેલ્લા કેટલાક વર્ષો મા રેલ્વેમાં ખુબ સારા સુધારા વધારા કરવામાં આવ્યા તે અમે અનુભવ્યું. કોચમાં બેઠા પછી બહારનો કોઈ અવાજ કે ખટ-ખટાટ નહોતા, કોચના સસ્પેશન પણ ઉતમ કક્ષાના હશે કારણ કે થડકા કે આંચકા પણ નહોતા લગતા. ઘરમાં સોફામાં બેઠા હોઈએ તેવી ફીલિંગ આવતી હતી. ખુબ ધીમા અવાજે વાત કરો તો પણ સાંભળી શકાતી હતી.
ભારતીય રેલ્વે મા આ પ્રકારના કોચને LHB કોચ કહે છે. આ કોચ ખાસ ૧૬૦ થી ૨૦૦ કી.મી. ની સ્પીડ માટે ડેવલોપ કરવામાં આવ્યા છે. જે જર્મન ટેકનોલોજી સાથે કપૂરથલા ની રેલ્વે કોચ ફેકટરીમાં બને છે.
લો જુઓ .....અનુભવો....રેલવેના બારણા પાસે ઉભા રહી અને કોચની અંદર બંને વિડીયો કલીપ....
કોચ ની અંદર ખુબ સરસ અને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.


આ ટ્રેઈન મા
૨૫૭૪ કી.મી. નું અંતર ૩ દિવસમાં કાપવાનું હતું. અંતર અને
૩ દિવસ સુધી જે સુવિધા ભોગવીએ તેના પ્રમાણમાં
ટીકીટ કઈ જ ના કહેવાય....માત્ર
૨૨૬૫ /- રૂ. હતા.
રાજકોટ થી પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડી સુધીની મુસાફરી કરવાની હતી. આ ટીકીટમાં પેસેન્જરનો અકસ્માત વીમો પણ આવી ગયો.
પ્રથમ દિવસે વિરમગામ પહોચતા સાંજ પડતા કોચ એટેન્ડન્ટ સીલબંધ કવરમાં બેડશીટ , ટુવાલ, ધાબળો આપી ગયો. દેશી ભાષામાં કહીએ તો પાગરણ ની વ્યવસ્થા.કારણકે એ.સી. સ્લીપર કોચ છે. મોડી રાત્રે ઠંડી લાગવાની શક્યતા ખરી.
રાત્રીના ૮ વાગવા આવ્યા, ઘરે થી લીધેલ ભોજન ને ન્યાય આપીને પેટપુજા કરવાનું વિચાર્યું....
રાત્રે ૯.૩૦ વાગ્યે
અમદાવાદ, અહી ૧૫ મીનીટનો હોલ્ટ, રાત્રે ૧૧.૩૦ વાગ્યે
વડોદરા, અહી માત્ર ૫ મિનીટ નો હોલ્ટ ....પછી સતત ચાલતી રહી ..... રાત્રી દરમ્યાન જ
ગુજરાત છોડી
મધ્ય પ્રદેશમાં ટ્રેઈન એન્ટર થઇ ગયેલી.
રેલ્વે મુસાફરી નો બીજો દિવસ
વહેલી સવારે ૩ વાગયે રતલામ ( મધ્ય પ્રદેશ) . રાત દરમ્યાન જ મધ્ય પ્રદેશ પૂરો કરી સવારના ૬ વાગતા મા રાજસ્થાન ની વિદ્યા નગરી કોટા પહોંચી ગયા . અને સવાઈ માધોપુર થઇ ઉતર પ્રદેશ મા પ્રવેશ કર્યો. બપોરના સવા બાર વાગતા સુધીમાં આગ્રા , સાંજે ૭ વાગતા કાનપુર, રાત્રે ૯ વાગતા લખનૌ, અને રાત્રે ૧૨ વાગ્યે અયોધ્યા પસાર કર્યું. દરેક જગ્યાએ ૫ કે ૧૦ મિનિટથી વધુ હોલ્ટ નહોતા.
અહી એક વિચાર સ્વાભાવિક આવે કે ઝડપી એક્સપ્રેસ ટ્રેઈન હોવા છતાં ૨૫૦૦ કી.મી. કાપતા ત્રણ ત્રણ દિવસ કેમ લાગે...? કારણ કે મીનીમમ ૧૦૦ થી નીચેની સ્પીડે તો ક્યારેય ચાલતી નહોતી. પરંતુ....આ ટ્રેઈન કરતા ઉપરના લેવલની ગાડીઓ ને પસાર થવા દેવામાં અમારી ગાડીને જ્યાં જરૂર પડે તે સ્ટેશને સાઇડમાં ઉભી રાખી દઈ બીજી અગત્યની ગાડીઓને જવા દેવી પડે. જેવી કે રાજધાની, વંદે ભારત , આર્મી માટે અગત્યનો સમાન લઇ જતી માલગાડીઓ, વિદ્યુત મથક માટે કોલસા લઇ જતી માલગાડી વગેરે..વગેરે...
ટ્રેઈન ભલે મોડી પડે પણ એ બધું જોવામાં, અનુભવવામાં મજા આવે. બીજા ને ગમતું હોય કે નહિ મને ખબર નથી પણ મારામાં હજુ બાળપણ નું કુતુહલ, રોમાંચ, છુક છુક ગાડી ની અને રેલ્વે સ્ટેશનોની ગતિવિધિઓ જોવી મને ગમે. એમાય જયારે ધમ -ધમાટ અને સડસડાટ કરતી બીજી ટ્રેઈન બાજુમાંથી પસાર થાય એ રોમાંચ......ભાઈ મને તો મજા આવી ગઈ. ચાલો તમને પણ બતાવું........એ ભાઈ...જરા દેખ કર ચલો...આગે ભી ગાડી...પીછે ભી ગાડી....
એમાયે આપડી ગાડી પણ ચાલુ હોય અને .......સામે થી ધસમસતા વાવાજોડા જેવી ગાડી આવતી હોય ત્યારે સેલ્ફી લેવાની લાલચ ન રોકી શકાય.......
મને લાગે છે કે આજે આટલું ઘણું.......ચાલો ત્યારે અયોધ્યા ના જય શ્રી રામ.
NOTE:- All the photos displayed in this blog have been captured using the blogger's cellphone.
Comments
Post a Comment