ભૂતાન - ૨
નમસ્કાર ,
કેમ છો , બધા....? મજા માં ...?
ભૂતાન પ્રવાસ પહેલા બે ત્રણ પ્રવાસ થયેલા છે... પરંતુ , બ્લોગ ઉપર ભૂતાન પ્રવાસથી લખવાની પ્રેરણા થઇ આવી. એટલે બીજા પ્રવાસો વિષે પછી લખીશું.
મારા બ્લોગ વિષે સુચન કરતા રહેશો..., આ બ્લોગ લખવાની શરૂઆત કરી અને તુરત વચ્ચે બીજો એક નાનો એવો પ્રવાસ આવી ગયો એટલે નિયમિત લખી નથી શક્યો.
તો ચાલો શરુ કરીએ....સીધું , સાદું, અને સુખી ભૂતાન. વિશ્વમાં દર વર્ષે હેપીનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. જે UN યુ.એન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા નક્કી કરી બહાર પાડવામાં આવે છે. તેના નક્કી કરેલા માપદંડ મુજબ જે તે દેશ ને ક્રમ આપવામાં આવે, ટુકમાં હેપીનેસ ઇન્ડેક્સ એટલે , સુખી હોવાનો માપદંડ.
ભૂતાન એ મુજબ સુખી દેશ કહેવાય છે. આ માપદંડ અને પ્રજાની સુખાકારી માટે હેપીનેસ ઇન્ડેક્સ નો વિચાર સૌ પ્રથમ ભૂતાને આપેલ એમ કહેવાય છે. ભૂતાન હેપીનેસ ઇન્ડેક્સ મા પ્રથમ સ્થાને હતું એમ પણ વાત સાંભળેલી, પરંતુ ગુગલ સર્ચ કરતા મોટે ભાગે ફિનલેન્ડ નું નામ સામે આવ્યું. એ જે હોય તે ....પરંતુ...ભૂતાન ખરેખર સુખી દેશ લાગ્યો. એક વાર જવા જેવું...માણવા જેવું....સીધું સાદું ભૂતાન.
ફરવાની અને પ્રવાસની મજા લેવી હોય તો સૌ પ્રથમ શક્ય હોય તેટલો સમાન, લગેજ, વજન ઓછું લેવું. પણ આપડે ગુજરાતીઓને નાસ્તા ના થેલા લીધા વગર ન ચાલે....જુઓ , ના ...ના....કરતાય કેટલો સમાન લઇ લીધો...
તા. ૯-૩-૨૦૨૩ ના રોજ સાંજની ધારી થી રાજકોટની લોકલ બસમાં રાજકોટ જવા અમે નીકળ્યા, કારણ કે અમારી ટીકીટ રાજકોટ થી હતી. અમારા પ્રવાસના અન્ય સાથીદારો રાજકોટ થી જ અમારી સાથે જોડાવાના હતા. રાત્રે રાજકોટ પહોચી.....સંબંધીને ત્યાં રાત્રી રોકાણ કર્યું.....અને બીજે દિવસે ચાર વાગ્યે ગૌહતી એક્સપ્રેસ મા નીકળવા રાજકોટ જંકશને સૌ પહોચ્યા.
NOTE:- All the photos displayed in this blog have been captured using the blogger's cellphone.


Comments
Post a Comment