BHUTAN T0UR PART - 7, DT. 14 MARCH 2023.

ભૂતાન પ્રવાસ ભાગ  - ૭ .  તા. ૧૪ માર્ચ' ૨૦૨૩.

☺✌👋👐😎😊

કેમ છો....? મિત્રો,  મઝામાં...?.....સૌ ને નમસ્કાર.
                                                                         ભૂતાન પ્રવાસ નો આગળનો હપ્તો પોષ્ટ કરવામાં વચ્ચે નાનકડું વેકેશન પડી ગયું......કારણકે દક્ષીણ ભારતની મુલાકાતના દિવસોમાં સતત પ્રવાસમાં હતો. સમય ની અનુકુળતા મુજબ મારા તમામ પ્રવાસો અહી રજુ કરીશ....આશા રાખું કે આપ સૌ ને ગમશે.....વાંચીને નીચે કોમેન્ટ બોક્ષ મા કૈક લખો તો ખબર પડે કે ....!

             હં .....તો આપડે ક્યાં પહોચેલા...?  ભાગ - ૬ મા ભૂતાન ઈમિગ્રેશન ( Bhutan Immigration ) ઓફિસમાં થી બહાર નીકળી ભુતાનની ધરતી પર પગ મુક્યો . 

             ભારત અને ભુતાનની સરહદ ઉપરનું ભૂતાનનું સૌથી પહેલું ગામ તે ફૂન્ટશોલિંગ ( Phuentsholing ). ભારત અને ભૂતાનના ઉતમ સંબંધોને કારણે અને સરહદ ના ગામ જય ગાઉ અને ફૂન્તશોલિંગ વ્યાપારી લેવડ દેવડ ( Bhutanese and Indians do business ) ના મુખ્ય મથક હોવાથી ભૂતાનના આ ગામ પુરતી પરમીટ ની જરૂરત નથી. ફૂન્ત્શોલીંગ ને ગામ પણ ના કહી શકાય કે ન શહેર કહી શકાય તેવું માપસરનું નાનું ટાઉન છે. આશરે ૩૦ થી ૪૦ હજારની વસ્તી હશે. પર્વતીય ઢોળાવો પર સુંદર મકાનોથી શોભે છે. અહિયાં સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ નથી. આ શહેરમાં તમે પરમીટ વગર પગે ચાલીને મફત ફરી શકો છો. પરંતુ શહેરની હદ બહાર પગ મુકવા માટે તમારી પાસે પરમીટ અને ટેક્સ ભર્યાની સાબિતી હોવી જરૂરી છે. દરિયાઈ સપાટી થી આ શહેરની ઉંચાઈ આશરે ૩૦૦ મીટર ( ૯૦૦ ફૂટ ) છે.

               PHUENTSHOLING મા ખાસ કઈ જોવા જેવું નથી. બૌધ મંદિર, બગીચો, ચુખા ( chukha  , ચુખા એ એક વિસ્તાર, ત્યાના જીલ્લાનું નામ ) હાઇડ્રો થર્મલ પાવર પ્રોજેક્ટ ( Chukha Hydrothermal Project ) છે. જે વાન્ગચું ( Wangchu River ) નામની નદી પર છે. આ પાવર પ્રોજેક્ટ જોવા માટે અલગ થી સ્પેશ્યલ મંજુરી મેળવવી પડે છે. જે હવે પહેલા કરતા વધારે કડક પ્રક્રિયા છે. જે મોટા ભાગના પ્રવાસીઓ પસંદ નથી કરતા. અને નદી ઉપર ડેમ બનાવી પાવર ઉત્પન્ન કરતો પ્રોજેક્ટ આપડા ગુજરાતી પ્રવાસીઓ ને મન સાવ સામાન્ય છે. માટે અમે એ આગ્રહ ના રાખ્યો. કેવડીયા કોલોનીના હાથી જેવા પ્રોજેક્ટ આગળ આ પ્રોજેક્ટ બકરીનું બચ્ચું લાગે. આ પ્રોજેક્ટ ભારતની મદદ થી બનેલો છે.

                   ફૂન્ત્શોલીંગ મા અને આસપાસ ચારે બાજુ કુદરતી સૌન્દર્ય પથરાયેલું છે. ( NATURAL BEAUTY ABOUNDS ) વળી શહેરમાં પગ મુકતા જ પરમ શાંતિ અને સ્વચ્છતા નો અનુભવ થાય. એકદમ નીટ એન્ડ ક્લીન ( NEAT AND CLEAN TOWN ), એક પણ વાહનનું હોર્ન કે અવાજ નહિ, કોઈ જ ઘોંઘાટ નહિ, ક્યાય ગીચતા કે ગંદકી નહિ. વાહનો અને લોકો શિસ્ત બદ્ધ રીતે શાંતિ થી પસાર થતા દેખાય. 


                              અહીંથી અમારે ભુતાનની રાજધાની થીમ્ફું ( THIMPHU ) જવાનું છે. સવારના ૧૦ વાગવા ની તૈયારી છે. ગાઈડ અને ડ્રાઈવર બંને એ થોડી ઉતાવળ રાખી ઝડપથી ગાડીમાં ગોઠવાઈ જવા અમોને વિનંતી કરી.વિનંતી સાથે ખુબ વિનય પૂર્વક કારણ બતાવ્યું કે...

૧,  ફૂત્સોલીંગ થી થીમ્ફું ૧૮૦ કી.મી. નું અંતર છે. પર્વતીય રસ્તો હોવાથી આશરે ૬ કલાકનો ડ્રાઈવિંગ ટાઇમ 
    ( short distance but long driving time with pleasant atmosphere )  છે. 
૨,  રસ્તામાં ચા-પાણી ના હોલ્ટ થશે.
૩, રસ્તામાં કુદરતને માણવા ( enjoy nature ) ઉભા રહીશું.  જ્યાં તમે ખુબ સુંદર વ્યુ પોઈન્ટ ( very beautiful view point ) ઉપર ફરશો, રીલેક્સ થશો, ફોટોગ્રાફી ( photography with relaxation )કરશો . વગેરે...વગેરે....
૪, અમારા ગાઈડ ને એમના ઘરે થી એમનો સમાન લેવાનો બાકી છે. તેમજ બીજી સરકારી ઓફિસમાં ગાડી, ડ્રાઈવર , ગાઈડના પોતાના અને અમારા ડોક્યુમેન્ટ, પાસપોર્ટ ની નોંધણી ગાઈડ દ્વારા  કરાવવાની છે. કારણકે ઈમિગ્રેશન ઓફિસમાં તો માત્ર પ્રવાસીઓ ની તપાસ થાય અને ટેક્સ લઇ પરમીટ અપાય. જયારે અહિયાં વાહન, ડ્રાઈવર, ગાઈડ કોને લઈને ગયા...કયું વાહન હતું...વગેરે.


                           ખેર, અંતે અમો બધા ગાડીમાં ગોઠવાયા....જાપાન ની ૧૦ સીટર ટોયોટા ગાડી ( TOYOTA VAN )હતી. અહી એક ઉલ્લેખ કરું કે ભૂતાન ને વધારે સપોર્ટ કરતા બે દેશ છે....એક સૌથી વધુ આપડે એટલેકે ભારત અને બીજું જપાન. ભૂતાનમાં અમોને ભારત અને જપાન મેઈડ વાહનો જોવા મળ્યા. અમારા ડ્રાઈવર ભાઈ નું નામ DORJI છે. જેનો અર્થ અમે પૂછ્યો , દોરજી એટલે ડાયમંડ - હીરો. ગાઈડ બહેન નું નામ તો આપડે ગયા અંક મા જોઈ ગયા છતાં પુનરાવર્તન - NAMGAY WANGMO - નેમ્ગે વાન્ગ્મો- જેનો અર્થ છે...વિજય પ્રાપ્ત કરનાર સ્ત્રી ( A WOMAN WHO ACHIEVES VICTORY ) , અમે બધાએ ટુકમાં આપડી ગુજરાતીમાં કહી દીધું- વિજયા બેન. ☺😊

                            વિજયા બેન ખુબજ નાની ઉમરના યુવાન, ચપળ અને સ્ફૂર્તિલા છે, તેમનો સમાન લેવા એક બે - ત્રણ માળના મકાન પાસે ગાડી ઉભી રહી . પણ ત્રણ માળના પગથીયા ફટાફટ ચડી-ઉતરી ગણતરીની મીનીટોમાં તો આવી ગયા. જયારે દોરજી ભાઈ ડ્રાઈવર પ્રોઢ ઉમરના પીઢ , શાંત, એકદમ ધીરજવાળા અને ખપ પુરતું જ બોલવા વાળા છે. જયારે એક ગાઈડ ના ગુણ મુજબ વિજયાબેન એકદમ મીઠું, મધુર, ધીમું બોલતી મીઠડી દીકરી છે. અમારી ગાડી એ.સી. છે...પણ અહી એની જરૂર નથી, હા જરૂર પડ્યે એ.સી. ને બદલે હીટર ચાલુ કરવા કામ લાગશે. 😛



                            અને અમારી યાત્રા આગળ ચાલી. ફૂત્સોલીંગ છોડીને થીમ્ફું ના રસ્તે આગળ વધ્યા. ચારે બાજુ નયનરમ્ય કુદરતી દ્રશ્યો ( spectacular views ) અદ્ભુત છે. ઈશ્વરની વિશાળતા, ઉદારતા , એટલા ઉતુંગ અને લીલીછમ વનરાઈ થી શોભતા પર્વતો જોઈ ઈશ્વરીય લીલા વર્ણવવા માટે મને કોઈ વિશેષ શબ્દો નથી મળતા....બસ વાહ પ્રભુ...વાહ....અદ્ભુત...તારી લીલા...આ વિશાળતા જોઈ આપડે તો એક કણ બરાબર પણ નથી (egolessness feelings ) તેનો અહેસાસ થાય. સાથે સાથે આપણું મન પણ વિશાલ અને વધુ ઉદાર બને. પર્વતીય વિસ્તારના લોકો ઉદાર, ખુશ મિજાજ, નિખાલસ કદાચ આ કુદરત વચ્ચે રહેવા થી જ હશે. વિશાલ કુદરત વચ્ચે આવતા બધા એકદમ ખુશ મિજાજ બની ગયા. આશરે બે કલાક ની મુસાફરી પછી પર્વતના એક ઢોળાવ વાળા વળાંક ઉપર થોડી પહોળી જગ્યા આવી ત્યાં ચા-પાણી, નાસ્તા અને ફ્રુટ, શાકભાજી વગેરે ની નાનકડી દુકાનો હતી. પતરાના શેડ થી કામચલાઉ વેપાર માટે સ્થાનિક રહેવાસી ઓ એ થડા ઉભા કરેલ. ( A TEMPORARY SHOP MADE FROM IRON SHEETS ) અહિયાં ફ્રેશ થવા માટે એક જગ્યાએ સાઇડમાં ગાડી ઉભી રાખી સૌ નીચે ઉતર્યા. એક ગીત છે ને કે, "સદા ઉંચે હી ચઢતે જાયે હમ"....બસ એ રીતે ફૂન્ટશોલિંગ ( phuentsholing ) ની ૩૦૦ મીટર ના લેવલ થી આ સ્થળ ૧૬૯૦ મીટર છે. સતત ચઢાણ અને ઉંચાઈ ઉપર જતા હવા પાતળી થતી જાય છે. કાનમાં તુરત તેની અસર દેખાય છે. ( As the air becomes thinner at altitude, its effect is felt in ears ) આપડા કાન કુદરતે કેવા બનાવ્યા છે કે બેરોમીટર ( barometer ) વગર હવાના દબાણ ની ખબર પડી જાય. અને આધુનિક વિજ્ઞાને મોબાઈલ આપ્યો, જેમાં લોકેશન સેટ કરતા તુરત અક્ષાંસ - રેખાંશ ( latitude - longitude )સહીત તમે કેટલી ઉંચાઈ ( altitude )ઉપર છો એ પણ બતાવે....😕😦!!!

                                                      સાઇડમાં ટોયોટા ગાડી પાર્ક કરી 
we parked our van


          પર્વતીય ઢોળાવ નો સુંદર વળાંક અને પાછળ દેખાતી પતરાના શેડ વાળી કામચલાઉ દુકાનો.

                          ચાલો અમે લાડકડી દીકરી વિજયાબેન સાથે એક ફોટો પડાવી લઈએ.

                            અમે તો પ્રાણી અને પર્યાવરણ પ્રેમી, અમોને ત્યાં પણ "કકુ નો સેનરીયો" ઉર્ફે "લાડુ" ઉર્ફે "લઘરી" મળી ગઈ. ( અમારી ઘરે નિયમિત રીતે હક્ક પૂર્વક અને દાદાગીરી થી રસોડામાં આવી એના ભાગની પ્રસાદી લેતી બિલાડીના નામ છે. આ તમામ નામ પાડનાર "ફોઈબા", મારા શ્રીમતીજી છે.) 😊😆😅😂

                             સ્વસ્થ થઇ સૌ પુનઃ ગાડીમાં ગોઠવાયા. સ્વસ્થ થવાની વાત આવી એટલે જણાવી દઉં કે અહી ભૂતાનમાં જાહેરમાં કુદરતી હાજત કે લઘુશંકા કરવી, થૂકવું, નાક સાફ કરી ફેકવું , જ્યાં ત્યાં કચરો ફેકવો , પ્લાસ્ટિક ફેકવું, જાહેરમાં ધુમ્રપાન કરવું વગેરે ઉપર સખત પ્રતિબંધ છે. કોઈ પ્રવાસી ને ખબર ના હોય તો ગાઈડ કડક સુચના આપી દે છે. આમ છતાં કોઈ પ્રવાસી ભૂલમાં તેવો પ્રયત્ન કરવા જાય તો ગાઈડ હાફળા - ફાફળા થઇ રોકે અને કહે કે, "ભૈસાબ, તમને અને મને બંને ને દંડ થશે અને મારું ગાઈડ તરીકેનું લાઇસન્સ રદ થઇ જશે."
પર્વતના વળાંક ઉપર અહી અમે જ્યાં ફ્રેશ થવા રોકાયેલા ત્યાં સંડાસ - બાથરૂમની ( temporary sanitation made from iron sheet, with enough water ) વ્યવસ્થા કરવામાં આવેલી અને તેની સાફ સફાઈ માટે ની વ્યક્તિ હાજર હતી. 

                               મસ્ત વાતાવરણમાં સૌને મઝા - મઝા જ આવતી હતી પણ અમારા ગાઈડ બેન વિજયા બેને કહ્યું, "ચાલો સૌ બેસો, આ તો હજી ટ્રેલર છે. જેમ જેમ ઉપર અને આગળ જઈશું તેમ અહિયાં કરતા પણ વધુ જોવાનું અને માણવાનું છે. સતત ઉંચાઈ ઉપર ચઢવાનું છે. એટલે થીમ્ફું પહોચતા સાંજ પડી જશે." 

                              સૌ વાન મા ગોઠવાયા, અને સફર આગળ ચાલી....લીલાછમ વ્રુક્ષો થી ઢંકાયેલા ઉતુંગ શિખરો વાળા પર્વતો, નીચે જુઓ તો નજર ન પહોંચે તેવી ઊંડી ખીણ, પાણી ના વહેતા ઝરણાઓ, એકદમ શુદ્ધ હવા ( Pure natural air and water, free from pollution ), વાનમાં ગુંજતું મધુર સંગીત સાથે એવું લાગે કે ધીમે ધીમે સ્વર્ગારોહણ કરી રહ્યા છીએ ( We are slowly sliding into heaven ). જાણે કે અમો હિમાલયના ખોળામાં અમે ધીમે ધીમે ઝૂલી રહ્યા છીએ ( We are slowly swinging in the lap of the Himalayas ). ભૂતાન અને નેપાળ હિમાલયના ખોળામાં રમતા બે નાનકડા બાળકો છે ( Bhutan and Nepal are like two little children playing in the lap of the HIMALAYAS ). આ બંને દેશ મા આવેલ પર્વત માળા હિમાલયની પૂરી થતી પર્વતમાળા નો તળેટી નો વિસ્તાર કહી શકાય, તળેટી જેવો વિસ્તાર એટલો ઉંચો અને આકર્ષક હોય તો પર્વતાધિરાજ હિમાલય ની ભવ્યતા, સૌન્દર્ય અને દર્શન કેવું અદ્ભુત અને મહાન હશે ???....અને એટલેજ દેવાધિદેવ મહાદેવ, જગતના માત-પિતા એવા માતા પાર્વતીજી અને ભગવાન  ભોલાનાથ ત્યાં બિરાજે છે. અને એટલેજ શિવશક્તિના ખોળા મા આવેલ આ ભૂતાન સુખી દેશ છે ( Playing in the lap of SHIVA SHAKTI, Bhutan tops the Happiness Index ) . અહિયાં પુનઃ યાદ અપાવી દઉં કે વિશ્વના દેશોનો  હેપીનેસ ઇન્ડેક્સ બહાર પડે છે. તેમાં ભૂતાન એ હેપીનેસ ઇન્ડેક્સ મા પ્રથમ આવેલું. હેપીનેસ ઇન્ડેક્સ એટલે ક્યાં દેશના લોકો કેટલા સુખી છે તે દર્શાવતો આંક. 

                   ચાલો ...ચાલો ...આગળ વધીએ , સતત ઉંચાઈ ઉપર ચડવાનું, પર્વતીય વળાંકો વાળા રસ્તા, એકબાજુ ઉતુંગ પહાડના શિખરો, બીજી તરફ ઊંડી ખીણ, એકદમ ઢાળ વાળા રોડ, ક્યારેક સામેથી આવતા વાહનો આ તમામ પરિસ્થિતિમાં અમારા રથ અને અમારા સારથી ની અગ્નિ પરીક્ષા થતી હતી. ( Fire test our vehicle and driver on this road ) ગાઈડ પાસે થી જાણવા મળ્યું કે ભૂતાનમાં દરેક વાહન અને ડ્રાઈવરને દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ ( Fitness certificate of vehicle and driver )લેવું ફરજીયાત છે. જયારે કોઈ અકસ્માત થાય અથવા વાહન ને લગતી કોઈ પણ સમસ્યા થાય તો પોલીસ સૌ પ્રથમ સર્ટિફિકેટ આપનાર કોણ છે..? ( Who gave the fitness certificate..? ) ત્યાં થી તપાસ ચાલુ થાય. તપાસને અંતે જે કોઈ દોષિત હોય તેને સજા ભોગવવી પડે. જેમાં ફિટનેસ સર્ટિફિકેટ આપનાર ઉપર કાયમી પ્રતિબંધ ઉપરાંત સજા પણ થાય. આટલા કડક કાયદા હોવાથી અને તેનો સખતાઈથી અમલ થતો હોવાથી રોડ ટ્રાફિકને લગતી સમસ્યાઓ લગભગ ઝીરો છે. ભૂતાન વિશ્વનો એક માત્ર એવો દેશ છે કે જ્યાં ક્યાય પણ ટ્રાફિક સિગ્નલ કે ટ્રાફિક પોલીસ નથી. ( Bhutan does not have traffic lights )અને છતાં તમામ માર્ગ વાહન વ્યવહાર ખુબ જ સરળતાથી અને શાંતિ થી ચાલે છે. અમે જેટલા દિવસ રોકાયા , પણ ક્યાય થી એક પણ વાહનનું હોર્ન સાંભળવા નથી મળ્યું. અરે ઘરઘરાટી કરતા કે ધુમાડા ઓકતા એન્જીન વાળા વાહનો  કે ધડધડાટ કરતી બાઈક પણ નહિ. લોકો શિસ્ત બદ્ધ રીતે કાયદાઓનું ચુસ્ત પાલન કરે છે. ( Bhutanese people are driving in an organised manner with discipline )આગળ ઉપર આપડે રાજધાની મા પહોચીશું ત્યારે ત્યાના ટ્રાફિકનો વિડીયો હું અહી મુકીશ જે તમે જોઈ શકશો.

                         અહિયાં પર્વતો કોતરી ને રસ્તાઓ બનાવેલા હોવાથી કોઈ - કોઈ જગ્યાએ જ પહોળાઈ વાળો વળાંક કે રોડ ની સાઇડમાં થોડી વધુ જગ્યા મળે. અને જ્યાં આવી કુદરતી જગ્યા મળે ત્યાં રીફ્રેશમેન્ટ માટે નાનકડી હોટેલ, રેસ્ટોરેન્ટ કે ધાબા જેવી વ્યવસ્થા ઉભી કરી સ્થાનિક લોકો વ્યવસાય ની તક ઝડપી લે છે. કારણકે પ્રવાસીઓ માટે ભૂતાન એક સારું આકર્ષણ છે. ( Bhutan is a good attraction for tourists ) અમારા માર્ગમાં એક પહોળાઈ વાળી પર્વતની ઉંચાઈ આવી ત્યાં પર્વતનો થોડો ભાગ કોતરી ને હોટલ બનાવેલી. અહી થી ચારે બાજુ જોઈ શકાય તેવો કુદરતી વ્યુ પોઈન્ટ હતો. દોરજીભાઈ એ ગાડી પાર્ક કરી દીધી . અમારા ગાઈડ વિજયાબેન એ કહ્યું, " અહી ભુતાનની સ્પેશ્યલ " ભૂતાન ચા" આપ સૌ પીઓ, એક નવો અનુભવ અને સ્વાદ ટેસ્ટ કરો, તેમજ સરસ ફોટોગ્રાફી કરો." ભૂતાન ની સ્પેશ્યલ ચા ને અહીની સ્થાનિક ભાષામાં " સુજા " કહે છે.                ( Bhutanese tea " SUJA", make from tea leaves, butter and salt with water ) 

                        અમે સૌ ઉતરી પડયા, ઓહોહોહો ....ચારે બાજુ મસ્ત વાતાવરણ અને દ્રશ્ય હતું. જો કે આજે થોડું ધુમ્મસ હોવાથી દુરના દ્રશ્ય સહેજ ઝાંખા હતા છતાયે કુદરતના વિશાલ પરદા પરની સુંદરતા અદ્ભુત હતી. ( The beauty on the vast screen of nature was amazing and Unforgettable.) અમે સૌ એટલા ઉત્સાહિત હતા કે હજુ ગાડીમાં થી ઉતરતા હતા ત્યાં જ સાથી મિત્રો એ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું.









                                           ડોઈજંગ પકસમ હોટલ ( DOEJUNG PAKSAM HOTEL ) ભૂતાન ના હાઇવે ઉપરની આ પ્રખ્યાત હોટલ છે. તમામ પ્રવાસીઓ અહિયાં ખાસ ભુતાનની ચા પીવા ઉભા રહે છે. અમારા ગાઈડે પણ કહ્યું કે ભૂતાન ચા નો ટેસ્ટ કરો. ગરમ પાણીમાં ચાની પતી ઉકાળી, એક મોટા કપ મા ચા વાળું ઉકળતું પાણી ભરી તેમાં યાક નું માખણ અને નિમક નાખવામાં આવે છે. અહિયાં ખાંડ વાળી ચા નું ચલણ નથી. ચા સાથે ચોખાની શેકેલી મમરી આપે જે તમારી ઈચ્છા મુજબ ચા સાથે લઇ શકો. અમે બધાએ ચા નો ટેસ્ટ કર્યો, કોઈને મજા આવી તો કોઈને ઉલટી-ઉબકા થયા. કારણકે ચા સાથે માખણ ની જે વાસ અને નિમક વાળો ટેસ્ટ દરેકને અનુકુળ ન આવે. પણ પ્રવાસમાં નીકળ્યા હોઈએ તો જે તે પ્રદેશની વિશેષતા જાણવી જોઈએ. 

                                 સૌ પોતપોતાની અનુકુળતા મુજબ ચા-પાણી, નાસ્તો પતાવી ફ્રેશ થઇ ગોઠવાયા. કોઈ વખતે ચઢાણ તો કોઈ વખતે નીચે ઉતરતો ઢાળ આવતો હતો પરંતુ એકંદરે ઉંચાઈ તરફ જતા હતા. ધીમે ધીમે ઠંડી વધતી જતી હતી. રસ્તામાં ખુબજ સુંદર દ્રશ્યો આવતા હતા પણ આજે ધુમ્મસ ( The beautiful scenery was little blurry due to the fog ) પણ હતું.

 

                         આગળ ચાલતા આશરે સવા - દોઢ વાગવા આવ્યા ત્યારે અમારા સારથી દોરજીભાઈ અને માર્ગદર્શક વિજયાબેન ને ભૂખ લાગી. બપોરના ભોજન ( for Lunch ) માટે એક પર્વતની ઉંચાઈ ઉપર થોડી ખુલ્લી જગ્યા મા એક Divine Midway નામની હોટલ કમ રેસ્ટોરેન્ટ જેવું સ્થળ આવ્યું. ત્યાં વિરામ માટે ઉભા રહ્યા. આ પર્વતીય રસ્તાઓમાં અમુક જગ્યાએ જ આવી થોડી ખુલ્લી જગ્યા મળે, વળી આવી જગ્યાએ થી દુર સુધીનું સુંદર દ્રશ્ય જોવાનો વ્યુ પોઈન્ટ પણ બની જાય, જેથી પ્રવાસીઓ ખાસ અહી રોકાય. હોટેલના બીજા માળે થી પાછળની ખીણ નું દ્રશ્ય ખુબ સરસ છે. અહી ગેલેરીમાં બેસી ભોજન લઇ શકો છો. જો કે આજે ધુમ્મસ હોવાથી બહુ સરસ દ્રશ્યો થોડા રેળાય છે. કેમેરાના લેન્સ ઉપર પણ ઝાકળ ની અસર દેખાય છે. ( Excellent view is available from back the back side of restaurant from gallery, but in the gallery only limited seating capacity. out side seating is also available. visibility is not good today due to fog. )
           Roads with sharp turns and breath-taking difficult climbs coming up from the valleys. 
 ઓહ, તીવ્ર વળાંકો સાથે શ્વાસ અધ્ધર કરી દેતાં, એકદમ ઉપર ચઢતા - ક્યારેક એકદમ નીચે ઉતરતા રસ્તાઓ. ડ્રાઈવર ની એકાગ્રતા અને ધીરજ પૂર્વકની નિયંત્રણ શક્તિને ધન્યવાદ આપવા પડે. ( Thanks to the driver's concentration and patient control power ) 

                     ડિવાઈન મીડ વે હોટેલના હોલ્ટ દરમ્યાન જેમને જમવાની ઈચ્છા હતી તેઓ જમ્યા, નાસ્તો કરવો હતો તેઓએ નાસ્તો કર્યો. અમો બંને ને બિલકુલ ભૂખ નહોતી ( સવારે નીકળતા પહેલા નાસ્તો કરેલો તે ઉપરાંત પેલી માખણ વાળી ચા ની અસર હતી ) એટલે અમે આસપાસ ફર્યા, અન્ય પ્રવાસીઓના ગાઈડ સાથે વાતો કરી માહિતી લીધી, પ્રવાસીઓના અનુભવ પૂછ્યા. આસપાસ ફરીને કુદરતનું રસપાન કર્યું.

                  એટલામાં ચાર યુવાનો ત્યાં આવ્યા. તેઓની પાસે પર્વતીય રસ્તાઓમાં ચાલે તેવી સ્પોર્ટ્સ બાઈકો હતી. દરેક બાઈક મા તમામ સુવિધાઓ સાથેનો સમાન પાછળ બાંધેલો હતો. તેઓની મુલાકાત કરી. તો જાણવા મળ્યું કે તેઓ ખાસ પોતાની રીતે ફરવા નીકળ્યા છે. જ્યાં સારું લાગે ત્યાં રોકાઈ શકાય, ઈચ્છા પડે ત્યાં જઈ શકાય, રોડ બનેલો ના હોય અને સ્થળ સારું હોય તો ત્યાં જઈ શકાય, અને ખાસ તો આ કુદરતને ખુલ્લી રીતે માણીએ. Let's have a look at their mountain sports bikes.

                      મારા સ્વભાવ મુજબ વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે યુવાનો માત્ર પૈસા ઉડાડવા નહોતા નીકળ્યા પરંતુ તેઓને હોટલ, રેસ્ટોરેન્ટ નો બિજનેસ હતો. તેમાં ટુરીઝમ વ્યવસાય વિકસાવવા માટે ના હેતુ થી નીકળેલા. બિજનેસ માટે નું આ જ ખરેખર પ્રત્યક્ષ શિક્ષણ કહેવાય.

                       મને લાગે છે કે આજનો આ બ્લોગ વધારે લાંબો થઇ ગયો છે. થીમ્ફું પહોચતા હજુ સાંજ પડશે, ત્યાં પહોચ્યા પછી ત્યાં રાજધાનીમાં ફરીશું એ બધું બહુ લંબાઈ જશે. એટલે હાલ તુરત અહી વિરામ આપું. ફરી પાછા ભાગ - ૮ મા મળીયે. ત્યાં સુધીમાં આ બ્લોગ વિષે નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ લખજો. ગમે તો શેર કરજો.

NOTE:-  All the photos displayed in this blog have been captured using the blogger's cellphone.
નોંધ :- આ બ્લોગમાં મુકવામાં આવેલ તમામ ફોટા અને વિડીયો ક્લિપ્સ આ બ્લોગ લખનારના અંગત મોબાઈલ ફોન દ્વારા જાતે પાડેલ છે. ક્યાય થી કોપી પેસ્ટ કરેલ નથી.



Comments

  1. Vah prakashbhai, aape Bhutan pravas nu khub saras varnan karyu chhe. Vanchta vanchta Evu lage ke, jane khud pravas karta hoi. Nani vato ne pan tame khub saras & rasprad rite varvi chhe. Abhinandan

    ReplyDelete
  2. આપની સાથે અમે પણ યાત્રા કર્યાનું અનુભવ્યું...
    Waiting for next...

    ReplyDelete
  3. સાચેજ સાહેબ બોવ જ સરસ લખોસો...એમાંય પિકચર સાથે લખોશો તો એમ જ લાગે સે અમે પણ પ્રવાસ માં સાથે સિયે...Real very Good ..

    ReplyDelete
  4. Waah Fuva tame je rite lakhelu chhe te matra ek lekhak(writer) j lakhi sake. Khub j paroksh(passive)
    BHUTAN darshan karavyu chhe.

    ReplyDelete

Post a Comment