સિમ્પલી ભૂતાન.

 સિમ્પલી ભૂતાન ,

કેમ છો ?.........મજામાં.......?

નિવૃત્તિ પછી સમયની અનુકુળતા મુજબ વિવિધ સ્થાનોની મુલાકાત લઇ પ્રવાસનો શોખ પૂરો કરવાનું સદભાગ્ય સાંપડે છે.

બ્લોગ લખવાનું ઘણા વર્ષો પહેલા નક્કી કરેલું પણ નિયમિતતા નહોતી. છેલ્લે ભૂતાન નો પ્રવાસ કર્યો ત્યારે રોજ સ્ટેટ્સ મુકતો , સ્ટેટ્સ જોઈ એ વિષે ખુબ ઇન્ક્વાયરી આવી, કેટલાયે મિત્રોની માંગણી આવી કે વિગતવાર જાણવું છે.

બસ, ત્યારે વધુ પ્રેરણા મળી કે બ્લોગ મારફત જ હું આ વિષે વિગતવાર જણાવી શકીશ .આ સિવાય બીજો કોઈ રસ્તો હોય તો સુચન કરશો. મને ગમશે. તો ચાલો શરુ કરીએ ......ભૂતાન નો પ્રવાસ.

અમો કુલ ૮ આઠ વ્યક્તિ હતા, બધાજ નિવૃત સીનીયર સિટીજન. બધા સજોડે હતા એટલેકે ૪ ભાઈઓ અને ૪ બહેનો. પ્રવાસ માટે નો સમય અમે માર્ચ મહિનો નક્કી કરેલો, કારણ કે ત્યારે પરીક્ષાઓ ચાલતી હોવાથી પ્રવાસીઓ નો ધસારો બહુ જ ઓછો હોય, ઓફ સીજન નો પણ લાભ મળે.

અમારી શરૂઆત રાજકોટ જંકશન થી થઇ. રાજકોટ થી ગૌહાટી એક્શ્પ્રેશ મા અમો રવાના થયેલા. કલ્પના એવી હતી કે ઓફ સીજન હોવાથી બહુ ગીરદી નહિ હોય પણ રેલ્વે સ્ટેશનમાં બેસવાની પણ જગ્યા નહોતી.



આજે આટલું ઘણું.....બાકી હવે પછી....કારણકે બ્લોગ લખી પોષ્ટ કરવાનું ધીમે ધીમે શીખી રહ્યો છું. આવજો ....શુભ રાત્રી.

NOTE:-  All the photos displayed in this blog have been captured using the blogger's cellphone.

Comments

Post a Comment

Popular posts from this blog