ભૂતાન પ્રવાસ ભાગ- ૪ 

નમસ્કાર, મિત્રો.....
                       ભૂતાન પ્રવાસ ભાગ ૩ મા છેલ્લે અમો  અયોધ્યા પહોચેલા. રાત્રીના ૧૨ વાગે અયોધ્યા સ્ટેશન છોડ્યા પછી ટ્રેઈન મા નીંદર આવી ગઈ, સવારે ૬ વાગ્યે વારાણસી એટલેકે કાશી પહોંચવાનો સમય હતો પરંતુ સમય કરતા ટ્રેઈન મોડી ચાલી રહી છે. અગાઉ કહ્યું તેમ રસ્તામાં બીજી અગત્યની ગાડીઓને સાઈડ આપવા રોકાવું પડે. સવારના સવા સાત વાગ્યે કાશી (વારાણસી) આવ્યું. ટ્રેઈનમાં પ્રવાસનો ત્રીજો દિવસ ચાલુ થયો.........હર હર મહાદેવ હર ...... 


                               અહિયાં ૧૫ મીનીટનો હોલ્ટ છે.  ટ્રેઈને  કાશી નું પ્લેટફોર્મ છોડ્યું......અને થોડી વારમાં જ શ્રી ગંગાજી ના દર્શન થયા, ગંગાજી ઉપર વિશાલ પુલ બનાવવા મા આવેલ છે. આ ડબલ ડેકર પુલ છે, એટલે કે બે માળ નો છે. એક માળ સડક માર્ગ ના વાહનો માટે અને એક ટ્રેઈન માટે છે. આવડી મોટી વિશાલ નદી ઉપર જુદા જુદા બે પુલ બનાવવા ને બદલે એકજ પુલ મા સડક માર્ગ અને રેલ માર્ગ બંનેનો હેતુ સરે એ ખુબ સારો અને કરકસર ભર્યો એન્જીનીયરીંગ આઈડિયા છે. વળી પર્યાવરણને પણ એટલું નુકશાન ઓછું.

            હર હર ગંગે....હર હર મહાદેવ.....હર હર ભોલે.....હર હર ગંગે.....ચાલો ગંગાજીના દર્શન કરી લઇ એ.

જય શ્રી ગંગા મૈયા 

                               વારાણસી પછી તુરત એકદમ સરસ નવું રીનોવેશન થયેલું જંકશન આવ્યું..પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન. જેનું જુનું નામ હતું મુગલ સરાઈ. ઉતર પ્રદેશની સરહદ હવે પૂરી થાય છે. 

                         હવે અમારી ટ્રેઈન બિહાર મા પ્રવેશે છે. બક્સર થઇ ને બિહારની રાજધાની પટના આવી. પટના થી કટિહાર જંકશન પછી કિશનગંજ સ્ટેશન  થી બિહારની સરહદ પૂરી થઇ. અહિયાં થી આપડુ પશ્ચિમ  બંગાળ રાજ્ય શરુ થાય, હવે  આસામ બાજુ થી આવતી અને જતી ગાડીઓ ને સાઈડ આપવામાં અમારી ટ્રેઈન વધુ મોડી થતી જાય છે. કારણ કે આસામને સમગ્ર દેશ સાથે જોડતી આ રેલ્વે લાઈન છે. કારણ કે બાંગ્લાદેશ વચ્ચે આડું આવે. બાંગ્લાદેશ દેશની સરહદ અને નેપાળ, ભૂતાન ની વચ્ચે સાંકડી જમીનની પટ્ટી મા થી જ પૂર્વના રાજ્યો સાથે સંપર્ક થાય. આ પટ્ટી ને ચીકન નેક વિસ્તાર પણ કહેવામાં આવે છે. પૂર્વના સાત રાજ્યો કે જે સેવન સિસ્ટર તરીકે ઓળખાય છે, તેની સાથે જોડતો  માત્ર આ એક સાંકડો ભૂમિ ભાગ છે. અહી થી અમારી ગાડી વધુ ને વધુ મોડી થતી ગઈ, કારણકે રેલ્વે માર્ગે એટલો ટ્રાફિક છે. આશરે ૩ થી ૪ કલાક લેઇટ થઇ જશે. 

                           બિહારના છેલ્લા સ્ટેશન કિશન ગંજ પછી સીધા અમારું સ્ટેશન પશ્ચિમ બંગાળનું ન્યુ જલપાઈ ગુડી છે. પૂરું ૧૦૦ કી.મી. અંતર પણ બાકી નથી પરંતુ અગાઉ કહ્યું તેમ વધારે મહત્વ ધરાવતી ગાડીઓ ને સાઈડ આપવા માટે વચ્ચે ના નાના સ્ટેશનોએ સાઈડ ની રેક ઉપર ઉભું રહેવું પડતું. આર્મી માટે માત્ર પેટ્રોલ ના લગભગ ૧૦૦ કરતા પણ વધારે ટેન્કર લઇ જતી એક માલગાડી પણ પસાર થઇ, અહી દિવસ વહેલો આથમી જતો હોવાથી ફોટા ના લઇ શકયા. 

                       અંતે રાતના ૯ વાગ્યે અમારું સ્ટેશન આવવાનું હતું તે છેક રાત્રે સાડા બાર વાગ્યે આવ્યું. આમતો આ સ્થાન સિલીગુડી શહેર ની તદન નજીક છે. સિલીગુડી શહેરનો જ એક ભાગ ગણો તો પણ ચાલે, રેલ્વેની ડબલ લાઈનો નો અને ટ્રાફિક નો ખુબ જ વિકાસ થયા પછી જગ્યાના અભાવે કે કોઈ અન્ય કારણ હશે, તેથી સિલીગુડી શહેરની નજીક આ નામનું કોઈ ગામ હશે જે શહેરનો વિકાસ થતા એક પરાં વિસ્તાર તરીકે ભળી ગયું હશે. 

             મોડી રાત્રે સૌ પોત પોતાનો સમાન લઇ પ્લેટફોર્મ ઉપર ભેગા થયા. બધા થોડા થાકેલા હતા.


                                                                 અમારા સહ યાત્રીઓ
                                ૧, શ્રી નવીનભાઈ જોશી ( નિવૃત જીલ્લા ટ્રેજરી ઓડીટ અધિકારી)
                                ૨, શ્રી ડો. દુર્ગાબેન જોશી ( મહિલા કોલેજના નિવૃત પ્રોફેસર)
                                ૩,શ્રી જે.જે.ત્રિવેદી ( હાઇસ્કુલના નિવૃત શિક્ષક)
                                ૪,શ્રી ભાવનાબેન જે. ત્રિવેદી ( નિવૃત આચાર્ય)
                                ૫,શ્રી એમ.ડી. દતાની ( નિવૃત આચાર્ય)
                                ૬,શ્રી વર્ષાબેન એમ. દતાની (હાઇસ્કુલના નિવૃત શિક્ષક)
                                ૭, અને ૮, અમો બંને 

                       અમારી ગણતરી એવી હતી કે ટાઇમ ટેબલ મુજબ ટ્રેઈન નિયત સમય ૯ વાગ્યે પહોંચી જશે, એટલે આપણ ને જમવાનો અને રહેવા માટે ગેસ્ટહાઉસ શોધવામાં તકલીફ નહિ પડે. પણ યાત્રા પ્રવાસમાં બધું આપણું ધાર્યું ન થાય.

                          રાત્રે રેલવેના રિટાયરિંગ રૂમમાં રહેવાનું વિચારતા હતા, ત્યાં એક ભાઈ મળ્યા જે ગેસ્ટ હાઉસના એજન્ટ હશે , કારણ કે આવા ફરવાના સ્થળોએ આવા એજન્ટો નો જીવન નિર્વાહ આપણી જેવા યાત્રાળુ ઓ ઉપર ચાલતો હોય છે. રિટાયરિંગ રૂમમાં સોફા અને ખુરશીઓ હોય તેથી સૌ એ વિચાર્યું કે ગેસ્ટહાઉસમાં નિરાતે સુઈ તો શકાશે....તેથી તે એજન્ટ સાથે અમો બે જણા રૂમ અને વ્યવસ્થા જોવા ગયા. 

                   જોઈએ તેવી સુવિધા તો ન હતી પરંતુ રાતનો એક વાગવામાં હતો. સવારે તો ભૂતાન તરફ જવા નીકળી જવાનું હતું . એટલે જે હતું તેવું સ્વીકારી લીધું. અને સ્ટેશને આવી સાઇકલ રીક્ષા મા બધાનો સમાન મુકાવી, સૌ ને લઇ આવ્યા. ફ્રેશ થઇ સૌ આરામ કરવા પડ્યા. કાલે સવારે ફરી મળીયે.......આવજો......શુભ રાત્રી.

                      અપેક્ષા રાખું છું કે બ્લોગ વાચ્યા પછી આપના તરફ થી કોઈ કોમેન્ટ મળે, બ્લોગને ફોલો કરશો અને શેર કરશો તો વિશેષ આનંદ થશે. આભાર.

NOTE:-  All the photos displayed in this blog have been captured using the blogger's cellphone.

 




Comments

  1. બ્લોગ વાચી પ્રતિભાવ, સૂચન વગેરે આપવા બદલ આભાર.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સિમ્પલી ભૂતાન.