ભૂતાન પ્રવાસ ભાગ - ૬. તા. ૧૪ માર્ચ' ૨૦૨૩.
BHUTAN T0UR PART - 6, DT. 14 MARCH 2023.
✋ 😊
કેમ છો... બધા...મજામાં...? સૌ ને નમસ્કાર,
ભૂતાન પ્રવાસ નો દિવસ છઠ્ઠો.
સવારમાં ફ્રેશ થઇ, ચા- પાણી , નાસ્તા વગેરે પતાવી તૈયાર થયા. અહી વહેલો સૂર્યોદય થતો હોવા થી અમો કુદરત ને માણવા અને જોવા વહેલા જ તૈયાર થઇ ગયેલા. ચાલો સૌ પ્રથમ તો હોટલની ગેલેરી મા થી VIEW જોઈએ. સામે જ ભૂતાન છે. વચ્ચે માત્ર એક દીવાલ છે. ભૂતાન ને અડી ને જ જય ગાઉ ની બજાર છે. હોટલમાં થી જ ભૂતાન ના મકાન દેખાય છે. આ હોટલ ભૂતાનના પ્રવેશ દ્વાર થી નજીક જ છે.
એક નાનકડી VIDEO CLIP પણ જોઈ લઈએ.....બ્લોગ મા વિડીયો ના બે નાના ભાગ કરી અપલોડ થાય છે. એટલે અહી બે ભાગ કરેલ છે.
હોટલ ની સામે જ ભૂતાનનું પ્રવેશ દ્વાર ( entrance gate ) હતું, બાજુમાં જ સીમા સુરક્ષા દળ ની ચોકી ( BSF post )છે. ત્યાં બધી જગ્યાએ આંટો મારવા નીકળ્યા કારણ કે બીજા બધા સાથીદાર પ્રવાસીઓ હજુ તૈયાર થતા હતા. BSF મા આપડા દેશની બહાદુર દીકરીઓ ફરજ પર હતી. નજીક જઈ ફોટો પાડવો હતો પણ તે માટે મંજુરી નથી. દુર થી selfie લઇ લીધી.
ભૂતાન નું પ્રવેશ દ્વાર તેઓની ભવ્ય અને સુંદર કલાકૃતિઓ થી શોભતું ભવ્ય છે. જે તેના દેશની સંસ્કૃતિ અને ધાર્મિક વારસાની ઓળખ ઉભી કરે છે. ભૂતાન બૌદ્ધ ધર્મ ને અનુસરતો દેશ છે. તેઓની દરેક ઈમારતો, મંદિરો મા કોતરણી સાથે design મા સમાનતા જોવા મળે છે. સિમેન્ટ, લોખંડ કે અન્ય પદાર્થો ને બદલે કુદરતી રીતે મળતી વસ્તુઓ અને ઇમારતી લાકડાનો છૂટ થી ઉપયોગ થાય છે.
BSF ની ચોકી પાસે જ વડ અને પીપળો એકબીજા સાથે જોડાઈને ઉભેલા છે. વર્ષો જુના આ બંને વૃક્ષ દેવતા ( DIVINE TREES ) વર્ષો થી અહી ઉભા હશે તેવું લાગે કારણ કે ખુબ જ તોતિંગ એવું એમના થડ નો ઘેરાવો છે. ત્યાં આ વૃક્ષ ની નીચે હનુમાનજીનું મંદિર છે. BSF ના ભક્ત જવાનો અથવા ગામ વાળા એ બનાવ્યું હશે. અમે પણ દર્શન, પ્રણામ, પ્રાર્થના નો લાભ લીધો.
મંદિર કે મૂર્તિ આખરે તો માણસ જ બનાવે છે ને....? અને બનાવનાર કલાકાર ની કલ્પના મા જે ચિત્ર હોય અથવા તો તેની પોતાની સ્થાનિક સંસ્કૃતિ વગેરે નો પ્રભાવ પડતો હોય છે. અહિયાં જે હનુમાનજી ની મૂર્તિ ( statue of god ) ના અમે દર્શન કર્યા તે અહીની સ્થાનિક લોક સંસ્કૃતિ થી પ્રભાવિત રીતે હશે તેમ લાગ્યું, જે હોય તે પણ લોકો ને ધર્મ મા આસ્થા છે. તે બહુ સારી વાત છે. દર્શન કરી મંદિરને ઓટલે બેઠા ત્યાં શ્રી પ્રસાદજી અને ગાઈડ શ્રી નેમ્ગે ( Namgay Wangmo ) બેન આવી ગયા.
હોટેલ ઉપર પણ બધા તૈયાર હતા, ભૂતાન ના ડ્રાઈવર ભાઈ પણ ગાડી લઈને આવી ગયા. તમામનો સમાન ગાડીમાં મુકાવી ચેકિંગ ( checking ) માટે રવાના કર્યો, સામાન ચેક કરાવી તે દરવાજાની અંદર ઈમિગ્રેશન ઓફીસના ( Immigration Office ) દરવાજે ઉભા હશે તેમ અમને કહેવામાં આવ્યું. જયારે મુસાફરો એ કસ્ટમની ( custom ) બાજુમાં જ આવેલી ઈમિગ્રેશન ઓફિસમાં પોત પોતાના અંગત સમાન કે જોખમ કે પૈસા નું પાકીટ કે Purse એવું હળવો સમાન લઈને જવાનું હતું.
અહિયાં ભારતીય BSF અને ભૂતાન પોલીસ બંને તપાસે પછી આગળ વધવાનું છે. અહી ખુબ મોટી લાઈન હતી, જેમાં કોઈ પ્રવાસી જેવા નહોતા લગતા. બધા પાસે સામાન્ય થેલા, અને દરેકના હાથમાં ચુંટણી મતદાર કાર્ડ હતા. પૂછતાં જાણવા મળ્યું કે એ બધા બિહાર,બંગાળ,આસામ અને ભારતના આજુબાજુના વિસ્તારના મજુરો અને વિવિધ કામના કારીગરો હતા.
labour work માટે આટલો બધો ધસારો કેમ હશે..? પૂછતાં જાણવા મળ્યું કે
૧, મજુરી કામ માટે આવતા લોકો ને ભૂતાન સરકાર તબીબી સેવા મફત આપે છે. free medical facility
૨, મજુરી કામ માટે લાંબો સમય રોકાવાનું હોય તો તેના સમગ્ર પરિવાર ની સારવાર અને બાળકોનો અભ્યાસ સરકાર તરફથી મફત છે. free education.
૩, મજુરીના દર પણ ઊંચા છે. high labor rates
૪, મજુરો ને બીજા પર્યટકો ની જેમ ટેક્સ આપવો પડતો નથી. no any tax.
બીજું મારી રીતે વિચારતા .....
૫, શિયાળામાં બરફ પડવા થી કઈ કામ ના થઇ શકે, અનુકુળ ઋતુ હોય ત્યારે તમામ કામ ઝડપ થી પતાવવાના હોય. favorable season
૬, વર્ષ ૨૦૧૪ થી ભારત સાથે વધુ ગાઢ સંબંધો બંધાતા વિકાસ ની ઝડપ વધી છે. વિકાસના કાર્યો કરવા માટે માનવ બળ પણ વધારે જોઈએ. human power.
૭, ભુતાનની જનસંખ્યા સીમિત છે, એટલે કામ કરનાર માનવ બળ ની જરૂર પડે. low population
ચાલો, મૂળ વાત ઉપર આવીએ તો....અમે તો એ લાઈનમાં ઉભા રહી ગયેલા...ત્યાં અમારા ટુર ઓપરેટર અને ગાઈડ અંદર આવ્યા અને અમોને લાઈનમાંથી બહાર કાઢી કહ્યું કે પર્યટન માટે આવતા પ્રવાસીઓ ને લાઈનમાં નહિ પણ અલગ પ્રાયોરીટી ( priority for tourists ) આપી સન્માન સાથે અંદર બેસવાનું હોય છે. માટે તમે બધા અમારી પાછળ આવો. ઈમિગ્રેશન ઓફિસમાં અમોને અંદર બેસાડી અમારા ડોક્યુમેન્ટ લઈને તેઓ ઓફિસર પાસે ગયા. એક પછી એક અમને બોલાવી ડોક્યુમેન્ટ મુજબ નામ અને અમારા ચહેરા જોઈ બેસી જવા કહ્યું.
વહીવટી કામ થાય ત્યાં સુધી બેસવાને બદલે એ ઓફીસ મા આંટો મારી બધું જોવાનું અને ફોટા પાડવાનું મેં ચાલુ કર્યું.
દરેક યાત્રિકો નો વીમો ( tourist insurance ) ફરજીયાત છે. ભૂતાન ના ટ્રાફિક ના નિયમો ( traffic rules )બહુ કડક છે. અને વાહન તથા ડ્રાઈવર ને લાઇસન્સ કે પરમીટ આપવાના નિયમો પણ કડક છે. આમ છતાં અકસ્માત વીમો જરૂરી છે.
સાત લાખ રૂ. સુધીનો વીમો છે.
કર્મચારીઓ ઓફિસમાં પરમીટ ( permit )કાઢવાની કાર્યવાહી કરતા હતા તે દરમ્યાન ટુર ઓપરેટર સફેદ રેશમી ખેસ લઈને આવ્યા, અને અમારા ગાઈડ ના હસ્તે તમામ ને પહેરાવ્યા. અહિયાં ગાઈડે સ્પષ્ટતા કરી કે આ પવિત્ર વસ્તુ છે. બુદ્ધ ભગવાનના આશીર્વાદ ની આ શુભ - મંગલ નિશાની કહેવાય, જે તમારું રક્ષણ અને કલ્યાણ કરે. અમારે અહિયાં મહેમાનોના સન્માન, સ્વાગત માટે ની આ રીત છે.
વિડીયોગ્રાફી કરી , ફોટા પણ લીધા.....
ચાલો જરા ઓફીસ અને પ્રવાસીઓ ના સ્વાગત કક્ષ ( reception room )ને પણ ઉડતી નજરે જોઈ લઈએ. અહિયાં બીજું પણ એક ગ્રુપ અમારી પહેલા આવીને બેસેલું હતું. પણ એ લોકો પહેલા અમારું કામ પતિ ગયું કારણ કે અમે માત્ર ૮ જણા હતા જયારે તેઓ નું ૨૨ કે ૨૪ નું ગ્રુપ હતું.
ત્યાં ઓફિસમાં ભૂતાનના રાજા-રાણી ના અને ભૂતાનનું દુર્ગમ અને ખાસ મહત્વ ધરાવતા બૌધ ધાર્મિક સ્થળ ના ફોટા લગાવેલ છે.
HIS HIGHNESS ROYAL FAMILY OF BHUTAN.
they are Bhutan's king and queen with the prince.
ભૂતાન ના રાજા અને રાણી તેઓના રાજકુમારો સાથે
the tiger's nest monastery.
ટાઇગર નેસ્ટ બૌધ મઠ.
તમામ વિધિ પૂર્ણ થતા ઓફિસના ભૂતાન બાજુના દરવાજે થી અમે બહાર નીકળ્યા. આ ઓફીસ એ રીતે બનેલી છે કે એક દરવાજો ભારતમાં ખુલે બીજો ભૂતાનમાં ખુલે. એટલે આવતા અને જતા બંને બાજુના પ્રવાસીઓ નું વહીવટી કામ સરળતાથી થઇ શકે. મોટું પ્રવેશ દ્વાર મોટા ભાગે વાહનોની અવર જવર માટે ઉપયોગમાં આવતું હશે, તેમજ ભૂતાનના નાગરિકો કે જેઓને વારંવાર ભારતમા કે જય ગાઉ મા ખરીદી માટે આવવાનું થતું હોય તેઓ માટે હશે. કારણકે અમે હતા ત્યારે અમારી સાથે ભૂતાનના કોઈ નાગરિકો નહોતા. મેઈન ગેટ મા તેઓ તેનું કાર્ડ બતાવી અવાર જવર કરતા હતા. અહી એક સ્પષ્ટતા કરવાની કે ભૂતાનમાં બહારના કોઈ જ વાહનોને પ્રવેશ નથી. માત્ર ભારતીય આર્મી ના વાહનોને જ પ્રવેશ મળે. કારણ કે ભૂતાનનું રક્ષણ કરવાની જવાબદારી ભારતે લીધેલ છે. ( Bhutan a protected state by India in "special relationship" ) ભૂતાન પાસે સમુદ્ર નથી એટલે નૌકાદળનો સવાલ જ નથી. હવાઈ દળ પણ નથી. ભુતાનની વિદેશનીતિ, સંરક્ષણ અને વાણિજ્યિક બાબતો પર ભારત પ્રભાવશાળી રહે છે.
ઈમિગ્રેશન ઓફીસના દરવાજાની બહાર નીકળતા અમે માનવ સુખાકારી માપદંડમાં ( happiness index ) અગ્રીમ એવા ભુતાનની ધરતી ઉપર પગ મુક્યો. HAPPY BHUTAN.
NOTE:- All the photos displayed in this blog have been captured using the blogger's cellphone.
નોંધ :- આ બ્લોગમાં મુકવામાં આવેલ તમામ ફોટા અને વિડીયો ક્લિપ્સ આ બ્લોગ લખનારના અંગત મોબાઈલ ફોન દ્વારા જાતે પાડેલ છે. ક્યાય થી કોપી પેસ્ટ કરેલ નથી.
















Superb mahiti
ReplyDeleteથેંક્યું, હર્ષદભાઈ.
Delete